Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

ચોમાસામાં પણ મેળવો સ્ટાઈલીશ અને સુંદર લુક

ચોમાસુ બધાને ખુશ કરી દે તેવી ઋતુ છે. આ ઋતુમાં ઘાટા રંગના કપડા ખૂબ જ સ્ટાઇલીશ અને ટ્રેન્ડી લુક આપે છે. તેની સાથે મેચીંગ ફુટવેર અને હેન્ડબેગ રાખવાથી સુંદર લુક મળે છે. જો તમે તમારા વ્યકિતત્વને નીખારવા ઇચ્છો છો તો આ કપડાની પસંદગી કરો. 

ઘાટા રંગની પસંદગી

ચોમાસામાં તમે પીળા, લાલ, વાદળી રંગના કપડા પંસદ કરી શકો છો. ચોમાસાની ઋતુમાં આ રંગના કપડા તમારા વ્યકિતત્વમાં નીખાર લાવે છે. શેડેડ કપડા પણ તમારા માટે સારો વિકલ્પ છે.

જેકેટ

ચોમાસામાં તમે સ્ટાઈલીશ લુક મેળવવા ઈચ્છો છો તો ન્યુ-એઝ કેપ જેકેટ પહેરો. આ જેકેટ ચોમાસામાં પલળતા બચાવે છે અને ટ્રેન્ડી લુક આપે છે.

ફેશનેબલ એકસેસરીઝ

તમારા ડ્રેસ સાથે નેકપીસ, હેન્ડ કફ, બેંગલ્સ, વગેરે એકસેસરીઝ ટ્રાઈ કરી શકો છો. સાથે તમે ફંકી ફુટવેરની પસંદગી પણ કરી શકો છો.

આરામદાયક ફુટવેર પહેરવા

ચોમાસાના દિવસોમાં કમ્ફર્ટેબલ ફુટવેર પહેરો. જેનાથી લપસી જવાનું જોખમ ન રહે. ફંકી ચપ્પલ ચોમાસામાં સુંદર લાગે છે. તમે ઇચ્છો તો વોટરપ્રુફ બુટ પણ પસંદ કરી શકો છો.

હંમેશા સિમ્પલ રહો

ચોમાસામાં હંમેશા સાદા કપડા પહેરો. તેમાં કોટન ફેબ્રિક, શિફોન, નાઈલોન, વગેરે કાપડની જ પસંદગી કરો. સિંથેટિક કપડાને અવોઇડ કરો. ડ્રેસ, શોર્ટ્સથી તમારા લુકને ટ્રેન્ડી બનાવો.

(9:34 am IST)