Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

ઇરાકની રાજધાની બગદાદમાં થયેલ બોંબ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 25 લોકોના મોત

નવી દિલ્હી: ઈરાકની રાજધાની બગદાદમાં ઇદ પહેલા એક મોટો વિસ્ફોટ થયો છે. જેમાં બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં 25 લોકો માર્યા ગયા . અને ઘણા લોકો ઘાયલ થયા હતા. ઇરાકી સુરક્ષા અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી . આઈએસએ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. વિસ્ફોટ સદ્ર શહેરના ગીચ બજારમાં થયો હતો. લોકો બજારોમાં ખરીદીમાં વ્યસ્ત હતા ત્યારે અચાનક બ્લાસ્ટ ઇદ-ઉલ-અઝહાના એક દિવસ પહેલા થયો .

ઇરાકના પ્રધાન મુસ્તફા અલ-કાધીમીએ બજારના ક્ષેત્ર માટે જવાબદાર ફેડરલ પોલીસ રેજિમેન્ટના કમાન્ડરની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તેની તપાસ કરવામાં આવી રહી છે. આ વર્ષમાં આ ત્રીજી વખત છે જ્યારે બજારમાં વિસ્ફોટ થયો છે.

(5:16 pm IST)