Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

ઈંડોનેશિયાના પશ્ચિમ જાવા સમુદ્રમાં દક્ષિણ બાજુના કિનારે અનોખા જીવ જોવા મળ્યા

નવી દિલ્હી: ઈન્ડોનેશિયાના પશ્ચિમ જાવા સમુદ્રમાં દક્ષિણ બાજુના કિનારે આ એક નવો સમુદ્ર જીવ બે વર્ષ પહેલા જોવા મળ્યો હતો પરંતુ હવે તે વ્યાપક રીતે સપાટી પર આવી ગયો છે. સંશોધકો દ્વારા બંટાન નામે ઓળખાતા ઈન્ડોનેશિયાના અત્યાર સુધી અલગ અલગ રહેલા કિનારા પર ઉંડા સમુદ્રમાં રહેતા જીવને શોધી કાઢવામાં આવ્યો છે. તા.8 જુલાઈના રોજ આ નવા સમુદ્રી વંદાને રકસાસા નામ અપાયુ છે જેનો ઈન્ડોનેશિયન ભાષામાં જાયન્ટ એટલે કે વિરાટ એવો અર્થ થાય છે. આ ક્રોક્રોચ 14 પગ ધરાવે છે તે અંદાજે 1.6 ફૂટની લંબાઈવાળો છે. સામાન્ય રીતે વંદા આ લંબાઈના જોવા મળતા નથી અને તેથી તેને સુપર જાયન્ટ કોક્રોચ તરીકે ઓળખવામાં આવ્યો છે.

(6:20 pm IST)