Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

બ્રિટનના આકાશમાં દેખાયું ઊડતી કીડીઓનું ઝુંડ

નવી દિલ્હી: બ્રિટનના હવામાન ખાતાને પણ જયારે એક આશ્ર્ચર્ય થયુ કે એક વિશાળ વાદળ લંડન, કેન્ટ કે સસેકસ ભણી જઈ રહ્યું છે. વાસ્તવમાં બ્રિટનમાં અત્યારે ચોમાસાની ઋતુ જ નથી અને તેથી આ વાદળનું સર્જન કઈ રીતે થયુ તે પણ હવામાનખાતાના નિષ્ણાંતો આશ્ચર્યમાં પડી ગયા.

              પ્રારંભમાં તો તેણે ઓચિંતા વરસાદ ત્રાટકશે તેવી ચિંતા સાથેના સમાચાર વહેતા થયા. પરંતુ સેટેલાઈટમાં કયાંય એવું દેખાતુ ન હતું કે વાદળો બંધાયા હતા. અંતે એ શોધી કઢાયું કે આ એક લાખો ઉડતી કીડીઓનું 1.6 કીલોમીટર પહોળુ ઝુંડ છે અને તે દક્ષિણ-પશ્ચિમ ભાગમાં આગળ વધી રહ્યું છે. આસપાસના લોકોએ આ ઉડતા ઝુંડમાંથી કેટલીક કીડીઓ જે જમીન પર પડતી હતી તેની તસ્વીરો ઝડપી લીધી. બ્રિટનમાં ઉનાળા દરમ્યાન આ પ્રકારની ઉડતી કીડીઓ જોવા મળે છે.

(6:18 pm IST)