Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

યોગ કરો અને સલાડ પણ આરોગો

યોગ એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. તેથી લોકો જીમ જઈને કસરત કરે છે. જે લોકો કસરત નથી કરી શકતા તેના માટે યોગ ખૂબ જ ફાયદાકારક હોય છે. યોગ કર્યા બાદ આ વસ્તુઓનું સેવન કરવાથી બમણો લાભ મળે છે.

પાણી :-

યોગ કર્યાના થોડીવાર પછી પાણી પીવુ ખૂબ જ જરૂરી  છે. શરીરને હાઈડ્રેશન પ્રદાન કરવાથી શરીરમાં રહેલ ઝેરીલા તત્વ બહાર નીકળી જાય છે. સાદા પાણી સિવાય તમે લીંબુ પાણી અથવા નારિયેળ પાણીનું સેવન પણ કરી શકો છો.

જ્યુસ :-

ફળના જ્યુસમાં વિટામીન અને મિનરલ્સ  શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત જ્યુસ પીવાથી બીમારીઓ સામે લડવાની ક્ષમતા પણ મજબુત બને છે. યોગ પછી સંતરા અથવા મિકસ ફ્રુટ જ્યુસ પીવાથી કિડનીમાં પથરી થવાની સમસ્યા ઓછી થઈ જાય છે.

વેજીટેબલ સલાડ :-

સલાડનું સેવન કરવાથી પાચનશકિત મજબુત થવા લાગે છે. આ ઉપરાંત હાઈ ફાઈબર ફુડ્સ વજન ઓછો કરવાનું પણ કાર્ય કરે છે.

 

(9:36 am IST)