Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

113 વર્ષ પહેલા જળ સમાધિ લેનાર રશિયા જહાજનો કાટમાળ દ.કોરિયાના સમુદ્રમાંથી મળ્યો

નવી દિલ્હી:૧૧૩ વર્ષ પહેલા જળ સમાધિ લેનારા રશિયાના એક જહાજના અવશેષ દક્ષિણ કોરિયાની ટીમે શોધી કાઢયા છે જહાજની ખોજનુ મહત્વ એટલા માટે વધી જાય છે કે તે જ્યારે ડુબ્યુ ત્યારે તેના પર સેંકડો ટન સોનુ લદાયેલુ હતુ. જહાજમાં સોનાના બિસ્કિટ ભરેલા ૫૫૦૦ બોક્સ રાખવામાં આવ્યા હતા. જેની હાલની કિંમત ૧૩૩ અબજ ડોલર થવા જાય છે. જો જહાજમાંથી સોનુ મળ્યુ તો તેના માટે પણ જંગ જામે તેવી શક્યતા છે. 
દિમિત્રી દાન્સકોઈ નામનુ રશિયાનુ વોરશિપ ૧૯૦૫માં રશિયા-જાપાન વચ્ચેના યુધ્ધ દરમિયાન જાપાની સેનાએ ડુબાડી દીધુ હતુ. વોરશિપ સોનાનો સપ્લાય લઈને જઈ રહ્યુ હતુ. યુધ્ધમાં રશિયાના ૩૮માંથી ૨૧ જહાજોને જાપાને ડુબાડી દીધા હતા. જેમાં ૩૫૦૦ લોકોના મોત થયા હતા. હવે જહાજના અવેશેષો દક્ષિણ કોરિયા નજીકના સમુદ્રમાં ઉલ્ગેન્ડો ટાપુથી . કિલોમીટર ૪૩૪ મીટરની ઉંડાઈએથી મળી આવ્યા છે. જેને શોધનાર સિન્હિલ ગ્રુપનુ માનવુ છે કે તેમાંથી ૨૦૦ ટન સોનુ મળશે. 

(5:54 pm IST)