Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

અમેરિકા: 30 વર્ષ પહેલા 8 વર્ષની બાળકી પર થયેલ દુષ્કર્મનો આરોપી પકડાયો

નવી દિલ્હી: પોલીસે બાળકીના દુષ્કર્મ કરનાર આરોપીને જે રીતે પકડ્યો છે તે રીતે તો કહેવાય કે કાનૂનના હાથમાંથી કોઈ ગુનેગાર બચી શકતો નહીં. પોલીસને ગુનેગારને પકડવામાં 30 વર્ષ લાગી ગયા છે. આરોપીએ 30 વર્ષ પહેલા 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરીને હત્યા કરી દીધી હતી. બાળકીનો મૃતદેહ પોલીસે એક ખાડામાંથી મેળવ્યો હતો. ઘટના અમેરિકાના ઇનિયાનાની છે પોલીએ 59 વર્ષીય આરોપી જોન મિલરની ધરપકડ તેના ઘરેથી થોડા દિવસ પહેલા કરી છે. ધરપકડ ત્યારે કરવામાં આવી જયારે આરોપીનો ડીએનએ બાળકીના કપડાં પરથી મળેલ ડીએનએથી મેચ થયો. પોલીસે ચાર્જશીટમાં જણાવ્યું કે ઘટના પછી બાળકીના પરિવારના 1988માં બાળકીના ખોવાઈ જવાની રિપોર્ટ નોંધાવી હતી. ત્યાર પછી પોલીસને ત્રણ દિવસ પછી બાળકીનો મૃતદેહ મળ્યો હતો.

(5:51 pm IST)