Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ચોમાસામાં રાખજો સાવચેતીઃ થઈ શકે છે બેકટેરિયલ અને ફંગલ ઈન્ફેકશન

ચોમાસામાં કેટલાય બેકટેરીયલ અને ફંગલ ઇન્ફેકશન થવાનું જોખમ રહે છે. આવા ચેપથી બચવા માટે સાવધાન રહેવાની જરૂર છે. તો જાણી લો કે આ ઈન્ફેકશન શું છે અને તેનાથી કેવી રીતે બચી શકાય છે.

ફંગલ ઈન્ફેકશન

ફંગલ ઈન્ફેકશન પણ કેટલાય પ્રકારના હોય છે. તેમાંથી એક છે એથલીટ ફૂટ ફંગલ ઈન્ફેકશન. આ ઈન્ફેકશન વિશે નામ પરથી પણ ખબર પડી જાય છે કે પગનું ઇન્ફેકશન છે. તે ઈન્ફેકશન પગની આંગળીઓ ભીની થવાથી થાય છે. પગની આંગળીઓ વચ્ચે ચેપ ફેલાતો જાય છે.

બેકટેરીયલ ઈન્ફેકશન

બેકટેરીયલ ઈન્ફેકશન આ મોસમમાં ઈન્ફેકશન ખૂબ જ ઝડપથી ફેલાય છે. આ પ્રકારનો ચેપ એક વ્યકિતથી બીજા વ્યકિત સુધી ઝડપથી ફેલાય છે. આ પ્રકારના ચેપના કારણે ફોલ્લી અને ખીલ થવાની સમસ્યા પણ વધી જાય છે. આ ઋતુમાં નાના-મોટા બધાને આ સમસ્યા થાય છે.  ચોમાસાના આ વાતાવરણમાં માથાથી લઈ પગ સુધીની કેટલીય બીમારીઓ થઈ જાય છે. ભેજવાળા વાતાવરણના કારણે વાળમાં ડ્રાઈનેસની સમસ્યા થઈ જાય છે. આ ઋતુમાં જ્યારે ખીલ કે ફોલ્લી થઈ જાય તો તેને ખંજવાળવુ ન જોઈએ.

ઈલાજ

બેકટેરીયલ ઈન્ફેકશન થાય તો જરા પણ બેદરકારી રાખ્યા વગર ડૉકટરની સલાહ લઈ તુરંત દવા લઈ લેવી જોઈએ. તેમજ કપડા, ટુવાલ વગેરે દરરોજ ગરમ પાણીથી ધોઈ લેવા. ત્વચાની એલર્જી માટે પણ એન્ટી એલર્જીક દવાઓ આપવામાં આવે છે. વાળની કોઈ પણ સમસ્યા માટે ડૉકટરની મુલાકાત લેવી.

સાવચેતી

. ત્વચાને બને તેટલી સાફ અને સૂકી રાખવી.

. આરામદાયક કોટનના કપડા પહેરો. આ કપડામાં હવા ખૂબ જ પાસે હોય છે.

. સૂઝ અને શોકસના બદલે ખુલ્લા ચપ્પલ કે સેન્ડલ પહેરો.

. ચોમાસામાં વાળ ભીના ન થાય તેનું ધ્યાન રાખવું. જો ભીના થાય તો ઘરે આવી ધોઈને તેને કોરા કરી લો.

. વધારે માત્રામાં પાણી પીવું જોઈએ.

(9:24 am IST)