Gujarati News

Gujarati News

News of Saturday, 20th June 2020

. કોરોના વાઇરસના લીધે હાથ ધોવાની પ્રક્રિયા પર નજર રાખતું મશીન બનાવવામાં આવ્યું

નવી દિલ્હી: કોરોનાવાઈરસને લીધે હવે વધારે હાઈજીન પ્રેક્ટિસ કરવાની જરૂર છે. WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) એ વાઈરસથી બચવા માટે હાથ ધોવાની એક ચોક્કસ રીત પણ જાહેર કરી છે. જાપાનની ફુજિત્સુ કંપનીએ હાથ ધોવાની રીત પર ધ્યાન રાખતું AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) મોનિટર બનાવ્યું છે. આ મોનિટર વ્યક્તિએ યોગ્ય રીતે હાથ ધોયા કે નહીં તેનું ધ્યાન રાખે છે. ફુજિત્સુ કંપનીનું આ AI મોનિટર સાબુ નો ઉપયોગ ન કરવામાં આવે તો અલર્ટ આપે છે. આ મોનિટરનું કામ કંપનીએ કોરોનાવાઈરસ પહેલાં જ શરૂ કર્યું હતું અને ખરા સમયે તે કામ લાગી રહ્યું છે. તેમાં ક્રાઈમ સર્વેલન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફૂડ ઈન્ડસ્ટ્રી અને મેડિકલ ક્ષેત્રે આ ટૂલનો ઉપયોગ જરૂરી છે. કંપનીએ મોનિટરને તાલીમ આપવા 2000 હેન્ડ વોશિંગ પેટર્ન પર પ્રયોગ કર્યો હતો. આ ટૂલની આગળ વ્યક્તિ હાથ ધોવે તો તે 'હેપ્પી બર્થડે' સોન્ગ વગાડે છે.

(6:23 pm IST)