Gujarati News

Gujarati News

News of Saturday, 20th June 2020

આફ્રિકન દેશોમાં ચાલી રહી છે બાળક પેદા કરવાની ફેક્ટરીઓ

નવી દિલ્હીઆફ્રિકન દેશ વિશે જ્યાં નાઇજીરીયામાં બાળક પેદા કરનારી ફેક્ટરીઓ ચાલી રહી છે. અહીં 'બેબી ફાર્મિંગ' નામનો ગોરખનો ધંધો જોરશોરથી ચાલી રહ્યો છે. અહીં કોઈ બીજાના સુખના નામે આ વ્યવસાયે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે. નાની ઉંમરની આફ્રિકન અને વિદેશી છોકરીઓને બળજબરીથી પ્રેગનેન્ટ કરી અને બાળકો પેદા કરવામાં આવે છે

                અહીંયા પોલટ્રી ફાર્મની મરઘીઓની જેમ 14 થી 18 વર્ષની છોકરીઓને બળજબરીથી બાળકો પેદા કરવા મજબૂર કરવામાં આવે છે. તમે વિચારતા હશો કે આ પાછળનું કારણ શું હોઈ શકે ..? હકીકતમાં, આ વ્યવસાયે નિ:સંતાન કપલ્સને બાળકો વેચવાનું શરૂ કર્યું હતું અને આ ધંધો ખૂબ જ ચાલી રહ્યો છે. આ માટે નિ: સંતાન દંપતીઓ એક મોટી રકમ ચૂકવવા માટે તૈયાર થાય છે. આવી સ્થિતિમાં કેટલીક મહિલાઓ અને છોકરીઓ પૈસાના લાલચે અહીં આવે છે

(6:23 pm IST)