Gujarati News

Gujarati News

News of Saturday, 20th June 2020

ઇંડાંનો ટાવર બનાવ્યો યમનના આ ભાઇએ

કોઈ પણ વસ્તુનો ટાવર બનાવવો હોય તો એ વસ્તુને સ્થિર ઊભી રાખવા જેવો બેઝ હોવો મસ્ટ છે, એટલે જો કોઈ કહે કે ઈંડાનો ટાવર બનાવવો છે તો એ સંભવ છે? હા, તાજેતરમાં યમનના અક ભાઈએ આ અસંભવતે સંભવ કરી દેખાડ્યું છે. ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સે એકની ઉપર એક ઈંડાં ગોઠવીને ટાવર બનાવવાના બેલેન્સિંગ એકટનો વિડિયો સોશ્યલ નટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને લખ્યું છે, તમે આવું પહેલાં કયારેય જોયું છે? જોનાર ખરેખર એવું કહી શકે કે ના, આવું કયારેય જોયું નથી અને જે જોઈએ છીએ એ માન્યામાં આવતું નથી'

વિડિયોમાં યમનના રહેવાસી મોહમ્મદ આબેલહામીદ મોહમ્મદ મકબેલની એકની ઉપર એક ઈંડાં ગોઠવીને એનો ટાવર બનાવવાની કરામત છે. એકની ઉપર બીજું ઈંડું ગોઠવીને બન્નેને એકાદબે સેકન્ડ માટે સ્થિર રાખવાં અશકય મનાય છે. આબેલહામીદનું કહેવું છે કે આ કરામત એકાગ્રતા, ધીરજ અને લાંબા વખતની પ્રેકિટસને કારણે શકય બની છે.

(2:43 pm IST)