Gujarati News

Gujarati News

News of Saturday, 20th June 2020

સાપ કઈ રીતે પાણી પીએ છે એજાણવા જુઓ માણસની હથેળીમાંથી પાણી પીતા આ સાપને

નવી દિલ્હી,તા.૨૦ : થોડા સમય પહેલાં એક ફોરેસ્ટ-ઓફિસર સાપને બોટલમાંથી પાણી પીવડાવી રહ્યો હોય એવો વિડિયો વાઇરલ થયો હતો. જોકે હવે જે વિડિયો વાઇરલ થયો છે એમાં એક સાપ માણસની હથેળીમાંથી પાણી પી રહ્યો છે. સાપ કઈ રીતે પાણી પીએ છે એનું વિજ્ઞાન સમજાવવા માટે ઇન્ડિયન ફોરેસ્ટ ઓફિસર સુશાંત નંદાએ આ વિડિયો ટ્વિટર પર શેર કર્યો છે. તેમણે વિડિયોમાં સમજાવ્યું છે કે પાણી પીવા માટે મોઢા સુધી પાણી લાવવામાં સાપને એની જીભ મદદ કરતી નથી. એમ કહેવાય છે કે સાપ એના જડબાને દબાવીને નકારાત્મક દબાણ બનાવીને પાણીને ખેંચે છે અને પછી પાણીને પેટમાં ઉતારવા માટે સકારાત્મક દબાણ બનાવવા મોં બંધ કરી દે છે. જો કાળજીપૂર્વક કિલપમાં જોશો તો પાણી પીવા માટે સાપને એના જડબાની મૂવમેન્ટ કરતો જોઈ શકશો.

(11:18 am IST)