Gujarati News

Gujarati News

News of Saturday, 20th June 2020

મેકિસકોમાં રોડ પર પર્ફોમ કરીને ઘરમાં પુરાયેલા લોકોને મોજ કરાવેછે બેરોજગાર મ્યઝિશ્યન્સ

લંડન,તા.૨૦ : લોકડાઉનના દિવસોમાં લાંબા વખતથી કામ-ધંધા વગર ઘરમાં પડેલા મેકિસકો સિટીના મ્યુઝિશ્યન્સ ઘરમાં આવક વગર મુશ્કેલી સહન કરી રહ્યા છે. એ મુશ્કેલી દૂર કરવા માટે કેટલા મ્યુઝિશ્યન્સ રસ્તા પર નીકળી પડ્યા છે. પોતાના પરર્ફોમન્સથી ઘરમાં બેઠેલા લોકોને સંગીતની મોજ કરાવે છે. સામાન્ય રીતે હોટેલ-રેસ્ટોરાં-બારની ઓર્કેસ્ટ્રામાં અને કયારેક પાર્ટીમાં ગાતા અને વાદ્યો વગાડતા મ્યુઝિશ્યન્સ તેમના ટ્રમ્પેટ્સ, મરીમ્બા અને ગીરો જેવાં સ્થાનિક વાદ્યો પર પરંપરાગત ગીતો ગાઈવગાડીને લોકો પાસે બક્ષિસ માગે છે. આઇસોલેશનમાં રહેતા લોકો ઘરની બાલનીમાંથી આનંદના ઉદગાર વડે એ સંગીતકારોને બિરદાવે છે અને રસ્તે ચાલતા લોકો પણ ફરમાઈશ કરતા હોય છે. હાલમાં હજારો લોકો બેરોજગાર થયા છે. એ બેરેજગારોમાં ઓકેસ્ટ્રાના કલાકારો અને મ્યુઝિશ્યન્સસો પણ સમાવેશ છે. રોગચાળાના લોકડાઉન પૂર્વેના સમયગાળામાં આવા કલાકારો વીક-એન્ડ અને રજાના દિવસોમાં રસ્તા પર પર્ફોર્મ કરતા હતા. એ વખતે બિકસરૂપે ત તેઓ ૭૦૦થી ૧૧૦૦ રૂપિયા જેટલી કમાણી કરી લેતા હતા. હવે રસ્તા પર પફો્ર્મન્સનો વિકલ્પ તેઓ અઠવાડિયાના વધારે દિવસોમાં અજમાવીને લોકડાઉનમાં ઘરે બેસીને કંટાળેલા લોકોને મોજ કરાવીને બક્ષિસ મેળવે છે.

(11:17 am IST)