Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

111 વર્ષ પહેલા ડૂબી ગયેલ ટાઇટેનિકની અનોખી તસ્વીર આવી સામે

નવી દિલ્હી: ટાઇટેનિક દંતકથા બની ગયેલું એક એવું ખૂબસુરત જહાજ ૧૧૧ વર્ષ પહેલા દરિયામાં ડૂબી ગયું હતું. ટાઇટેનિક કયારેય ડૂબે નહી એવી માન્યતા ભાગીને ભૂક્કો થઇ ગઇ હતી. સમુદ્રના ઉંડાણમાંથી પ્રથમવાર જહાજની પૂર્ણ તસ્વીર સામે આવી છે. બીબીસી દ્વારા બહાર પાડવામાં આવેલી ટાઇટેનિક જહાજની નવી તસ્વીરો અને કાળમાળથી કુતૂહલ સર્જાયું છે. ટાઇટેનિકની તો આમ તો અનેક તસ્વીરો જોવા મળે છે પરંતુ આના જેવી એક પણ નથી. આ જહાજ હાલમાં ડૂબેલી હાલતમાં છે ત્યાં સૂર્ય પ્રકાશ પણ પહોંચી શકતો નથી. તેમ છતાં જહાજ પર ચોંટેલો કાટ વચ્ચે સ્પષ્ટ જોઇ શકાય છે એટલું જ નહી જહાજના પંખા પર લખેલો સીરિયલ નંબર પણ દેખાય છે. તસ્વીર જાણે કે પાણી જ ના હોય એવી રીતે લેવામાં આવી છે. ટાઇટેનિક એટલાન્ટિક મહાસાગરમાં બરફના એક વિશાળ ટૂકડા સાથે ટકરાયું હતું. તેના પર ૨૨૨૪ લોકો મુસાફરી કરતા હતા જેમાંથી ૧૫૧૭ લોકોના મુત્યુ થયા હતા. ટાઇટેનિક જહાજનો મલબો કેનેડાના ન્યૂફાઉડલેંડના તટથી ૩૫૦ માઇલ દૂર સમુદ્રના તળિયે પડયો છે. જહાજનો આ કાટમાળ છેલ્લા ૪૦ વર્ષોમાં સંપૂર્ણ ગાયબ થઇ જાય તેવી શકયતા છે. ટાઇટેનિકનું દરિયાના તળિયે જોવા મળતું હાલનું સ્વરુપ ટાઇટેનિક અંગે નવા રહસ્યને ખોલી શકે છે જેને ટાઇટેનિક પરની ફિલ્લમમાં પણ દર્શાવી શકાયા નથી. 

 

(7:16 pm IST)