Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

૨૭ વર્ષની મહિલાએ એક સાથે ૬ બાળકોને જન્‍મ આપ્‍યો...બધા સ્‍વસ્‍થ

હાલમાં બાળક અને માતા ડોકટરોની દેખરેખ હેઠળ : મામલો રાવલપિંડી શહેરનો

ઈસ્‍લામાબાદ,તા.૨૦ : પાકિસ્‍તાનના રાવલપિંડીમાં ૨૭ વર્ષની એક મહિલાએ ૬ બાળકોને જન્‍મ આપ્‍યો છે. મહિલાએ શુક્રવારે રાવલપિંડીની જિલ્લા હોસ્‍પિટલમાં સેક્‍સટુપ્‍લેટ્‍સને જન્‍મ આપ્‍યો હતો. પાકિસ્‍તાની અખબાર ડૉન અનુસાર હજારા કોલોનીમાં રહેતા મોહમ્‍મદ વાહીદની પત્‍ની ઝીનત વાહીદ ગર્ભવતી હતી અને -સૂતિની પીડાને કારણે ગુરુવારે રાત્રે તેને હોસ્‍પિટલમાં લાવવામાં આવી હતી. આ પછી શુક્રવારે ઝીનતે એક કલાકમાં એક પછી એક છ બાળકોને જન્‍મ આપ્‍યો.

જિલ્લા હોસ્‍પિટલના મેડિકલ સુપરિન્‍ટેન્‍ડેન્‍ટ ડૉ. ફરઝાનાએ જણાવ્‍યું છે કે છ બાળકોમાંથી ચાર છોકરાઓ અને બે છોકરીઓ છે. તમામ છ બાળકોનું વજન બે પાઉન્‍ડથી ઓછું છે પરંતુ બાળક અને માતાની તબિયત હાલમાં બરાબર છે. ડૉક્‍ટરોએ બાળકોને ઈન્‍કયુબેટરમાં રાખ્‍યા છે પરંતુ કોઈ ખતરો નથી. તેણે કહ્યું કે ઝીનતની આ પહેલી ડિલિવરી હતી. તમામ બાળકો અને તેમની માતા સ્‍વસ્‍થ છે અને ડોક્‍ટરો તેમને શ્રેષ્ઠ સારવાર આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

 હોસ્‍પિટલના લેબર રૂમના ડ્‍યુટી ઓફિસરે જણાવ્‍યું હતું કે આ કોઈ નોર્મલ ડિલિવરી નથી અને બાળક ડિલિવરી ઓર્ડરમાં ત્રીજા ક્રમે હતું. ડિલિવરીમાં જટિલતા જોઈને ડૉ. ફરઝાનાએ ઑપરેશન માટે મોટાભાગના નિષ્‍ણાત ડૉક્‍ટરોની ટીમ બનાવી હતી, જેમણે સફળતાપૂર્વક સર્જરી કરી હતી. ડોક્‍ટર ફરઝાનાએ કહ્યું કે બાળકોને જન્‍મ આપ્‍યા બાદ ઝીનતને સ્‍વાસ્‍થ્‍ય સંબંધિત કેટલીક સમસ્‍યાઓ હતી. જો કે, તે બહુ ગંભીર નથી અને આગામી થોડા દિવસોમાં તેની સ્‍થિતિ સામાન્‍ય થઈ જશે. તેમણે કહ્યું કે ડોક્‍ટરો અને પેરામેડિકલ સ્‍ટાફ ખુશ છે કે અલ્લાહે માતા અને બાળકોનો જીવ બચાવ્‍યો.

 તબીબી નિષ્‍ણાતો કહે છે કે એક સાથે છ બાળકોનો જન્‍મ એ સામાન્‍ય ઘટના નથી પરંતુ તાજેતરના વર્ષોમાં -જનનક્ષમતા દવાઓની લોક-યિતાએ આવી શકયતાઓ વધારી છે. હોસ્‍પિટલમાં મીડિયા સાથે વાત કરતા વાહીદ અને તેના પરિવારે કહ્યું કે તે ખુશ છે કે તેના પરિવારમાં એક જ વારમાં આટલી બધી ખુશીઓ આવી છે. વાહિદે કહ્યું કે અમે ખુશ છીએ કે અલ્લાહે તેને પુત્ર અને પુત્રીની ભેટ આપી છે.

 

(3:36 pm IST)