Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં બ્લાસ્ટ થતા અફડાતફડી

નવી દિલ્હી:અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શનિવારે જોરદાર ધમાકો થયો છે. અફઘાન અધિકારીઓ મુજબ ધમાકો સેન્ટ્રલ કાબુલમાં થયો છે. આંતરિક મંત્રાલયના પ્રવક્તા નસરત રાહિમીએ જણાવ્યું કે બ્લાસ્ટ બાદ આતંકવાદીઓ અને સુરક્ષાબળના જવાનો વચ્ચે ટેલીકોમ્યુનિકેશન મંત્રાલય બહાર ગોળીબાર ચાલુ છે. રાહિમીએ જો કે હજુ સુધી કોઈના મૃત્યુના અહેવાલની જાણકારી આપી નથી. અફઘાનિસ્તાનના પૂર્વી ભાગમાં તાલિબાન અને આઈએસઆઈએસ બંને તેજીથી સક્રિય છે.આઈએસઆઈએસ અને તાલિબાન તરફથી કાબુલમાં પૂર્વમાં થયેલ ધમાકાની જવાબદારી લીધી છે.

(6:20 pm IST)