Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

માર્ગ અકસ્માતમાં 6 નેપાળી પર્યટકોના મૃત્યુ:28 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી:તમિલનાડુના સલેમ જિલ્લાના નારિપલલમ  નજીક બે બસ સામસામે અથડાતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં પાડોશી દેશ નેપાળના 6 પર્યટકોના મૃત્યુ નિપજ્યા છે તેમજ અન્ય 28ને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે. પોલીસે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  આ ઘટના બુધવારના રોજ રાતના સમયે બની હતી જયારે નેપાળની રાજધાની કાઠમંડુથી આવેલ 34 પર્યટકોની બસ કન્યાકુમારીની યાત્રાએ જઈ રહેલ બસ સાથે અથડાઈ હતી.

નેપાળી પર્યટકોથી ભરેલ બસના ચાલકે જયારે પોતાના વાહનને બચાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે સામેની બાજુથી આવતી બસ સાથે ધડાકાભેર અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલા સહીત 6 નેપાળી પર્યટકોના મૃત્યુ નિપજ્યા છે.

(6:07 pm IST)