Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

આ વેપારી માટે યોગ્ય ગર્લફેન્ડ શોધી આપનારને મળશે ૧૭.૮ લાખની બક્ષિસ

અમેરિકાના કેન્સાસનો ૪૭ વર્ષનો વેપારી જેફ ગેભાર્ટ ઓનલાઇન ડેટિંગ કરીને કંટાળી ગયો છે. હવે તેને સ્થાયી ગર્લફ્રેન્ડ જોઈએ છે. ગેભાર્ટે પોતાને માટે ગર્લફ્રેન્ડનું સેટિંગ કરાવી આપે એવી વ્યકિતને પચીસ હજાર ડોલર (અંદાજે ૧૭.૮૮ લાખ રૂપિયા) બક્ષિસ આપવાની જાહેરાત કરી છે. જો મહિલા પોતે ગર્લફ્રેન્ડ બનવા નોમિનેશન ભરે તો તેને પચીસ હજાર ડોલરનું ઇનામ નહીં મળે. એ મહિલાઓએ પસંદગીની કતારમાં રહેવા માટે જેફની વેબસાઇટ પર સાઇનઅપ કર્યા બાદ કિલનિકલ સાઇકિયાટ્રિસ્ટના ઓનલાઇન સર્વેના જવાબ આપવાના રહેશે.

(3:21 pm IST)