Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

મગજમાં કેલ્શિયમ વધી જાય તો પાર્કિન્સન્સ રોગ નોતરી શકે છે

નવી દિલ્હી, તા. ૨૦ :. જો મગજમાં કેલ્શિયમની માત્રા વધી જાય તો એ જોખમી સાબિત થાય છે અને એનાથી મગજમાં ટોકિસક કલસ્ટર તૈયાર થાય છે. જેને કારણે એ વ્યકિતને પાર્કિન્સન્સ રોગ થઈ શકે છે. યુનાઈટેડ કિંગડમની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આ વિશે રિસર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. વધારે કેલ્શિયમને કારણે ઘણીવાર મગજના કોષ મરવા લાગે છે. સામાન્ય રીતે પાર્કિન્સન્સ રોગમાં કુદરતી રીતે મળતા પ્રોટીન વળી જાય છે અને ખોટો શેપ ધારણ કરે છે. એને કારણે તેઓ બીજા પ્રોટીન્સ સાથે ચોંટી જાય છે. એ મગજમાં ન્યુરોડીજનરેટિવ રોગને આમંત્રણ આપે છે.

(4:28 pm IST)