Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

અમેરિકામાં ઉર્જા- વીજળી વિભાગ પર સાયબરનો હુમલો

નવી દિલ્હી: અમેરિકાનાં ઉર્જા-વિજળી વિભાગ પર અત્યાર સુધીનો સૌથી મોટો સાયબર એટેક થયો અને આ હુમલાથી થઈ શકતું નુકશાન અટકાવવા અમેરિકાની સાયબર સિકયોરીટી વિભાગનાં નિષ્ણાંતોએ રાત્રીભર મહેનત કરી હતી. આ હુમલાની થયેલા નુકશાન અંગે હજુ કોઈ સ્પષ્ટ માહીતી જાહેર થઈ નથી પણ અમેરીકાનાં અણુ ઉર્જા વિભાગ કે અણુ શસ્ત્રનાં નેટવર્કને આ હુમલાની કોઈ નુકશાન થયુ નથી તેવુ જાહેર કરવામાં આવ્યું છે.આ હુમલા માટે રશીયન હેકર્સ પર શંકા દર્શાવાઈ રહી છે આ સૌથી ખતરનાક હુમલા છતાં અમેરિકાનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું મૌન આશ્ર્ચર્ય સર્જી રહ્યું છે. વિખ્યાત આઈટી જાયન્ટસ માઈક્રોસોફટે પણ સ્વીકાર્યું છે કે તેના સોફટવેરના ઉપયોગ કરતાં 40 જેટલા સંગઠનોનાં ઓનલાઈન નેટવર્ક પર આ હુમલાની અસર થઈ છે. જેમાં 80 યકા ઓર્ગેનાઈઝેશન અમેરીકામાં છે. તો સાથોસાથ કેનેડા, મેકસીકો, બેલ્જીયમ, સ્પેન તથા બ્રિટન ઈઝરાયેલ અને યુએઈમાં પણ હુમલાખોરોએ માઈક્રોસોફટનાં થર્ડ પાર્ટી આઈટી-મેનેજમેન્ટ નેટવર્કને નિશાન બનાવ્યા હતા.

(5:25 pm IST)