Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

કોર્નેલ યુનિવર્સીટીના રિસર્ચરને મળ્યા સૌર મંડળની બહાર આવેલ રેડિયો સિગ્નલ

નવી દિલ્હી: વૈજ્ઞાાનિકોની આંતર રાષ્ટ્રીય ટીમે સૌર મંડળની બહાર આવેલા કોઇ ગ્રહ પરથી આવતા રેડિયો સિગ્નલની ભાળ મેળવી છે. આ રેડિયો સંકેત ૫૧ પ્રકાશ વર્ષ દૂર આવેલા કોઇ અજ્ઞાાત સ્થળેથી આવી રહયા છે. નેધરલેન્ડમાં આવેલા રેડિયો દૂરબીનની લો ફ્રિકન્સી એરીની મદદથી રેડિયો સંકેત જાણવામાં સફળતા મળી હતી. દૂરના તારાઓની હરોળ પાસેથી રેડિયો સંકેત આવતા હોવાનું માનવામાં આવે છે. તેની નજીક ગેસથી બનેલો ગરમ ગ્રહ ચક્કર લગાવી રહયો છે. સૌર મંડળની બહાર ટાઉ બુટસ ગ્રહ શૃંખલામાંથી વિશેષ ચુંબકિય બળના કારણે સંકેતો મળી રહયા છે. ટાઉ બૂટસમાં બે તારા અને એક ગ્રહનો સમાવેશ થાય છે.

     કોર્નેલ યુનિવર્સિટીના પીએચડી રિર્સચર જેક ડી ટર્નરે કહયું કે પ્રથમ વાર આ પ્રકારના રેડિયો સંકેત મળ્યા છે. આ રેડિયો સંકેતોથી સૌરમંડળની બહારના ગ્રહોના શોેધ સંશોધનો માટે નવો રસ્તો મળશે, ખાસ કરીને ચુંબકિય ક્ષેત્રના આધારે સૌર મંડળની બહારના ગ્રહ શોધવામાં અંતરિક્ષ વૈજ્ઞાાનિકોને મદદ મળશે એટલું જ નહી અંતરિક્ષ વૈજ્ઞાાનિકોને આ ગ્રહની રચના અને વાયુમંડળ વિશે પણ અનુમાન કરી શકશે. પૃથ્વી પરના જીવન માટે ચુંબકિય ક્ષેત્રની ખૂબજ મહત્વ છે. પૃથ્વીનું ચુંબકિય ક્ષેત્ર સૌર તોફાનોથી બચાવે છે પરંતુ સૌર મંડળની બહારના ગ્રહ પર પૃથ્વી જેવું ચુંબકિય ક્ષેત્ર સંભવિત જીવન યોગ્ય અવસ્થામાં યોગદાન આપી શકે છે.

(5:25 pm IST)