Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

જાપાનમાં 2 હત્યારાઓને અપાઈ ફાસી

નવી દિલ્હી: જાપાનમાં હત્યાના આરોપી બે વ્યક્તિઓને આજે ફાસી આપવામાં આવી છે દેશના ન્યાયમંત્રાલય દ્વારા આ માહિતી અપાઈ છે.ફાસીની સજા મેળવનાર માંથી એક વ્યક્તિને કિશોર અવસ્થામાં જ હત્યાને અંજામ આપ્યો હતો જાપાનમાં 20 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિને સગીરની ઉંમરમાં મુકવામાં આવે છે.જયારે બીજી તરફ તેહરિકો પૈકીને 1992માં કીબામાં ચાર લોકોની હત્યા કરવાનો આરોપી સાબિત કરવામાં આવ્યો હતો તે સમયે તેની ઉંમર 19 વર્ષ હતી સ્થાનિક મીડિયા અનુસાર જાપાનમાં વર્ષ 1997 પછી આ પહેલો ચુકાદો હશે જેમાં એક એવા વ્યક્તિને ફાંસી આપવામાં આવી જેને કિશોર અવસ્થામાં અપરાધ કર્યો હોય.બીજા આરોપી માત્સુએ ને વર્ષ 1994માં પ્રેમિકા અને તેના પરિવાર જનોની હત્યા કરવાના આરોપમાં ફાસી  આપવામાં આવી છે.

(8:18 pm IST)