Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

તમને તાવ આવે અને ફલુનું નિદાન થાય એ પહેલા ચેપ ફેલાઇ ગયો હોય

નવી દિલ્હી, તા. ૧૯ : સામાન્ય રીતે આપણે તાવ, શરદી, નીતરતુ નાક, ગળામાં તકલીફ, શરીમાં કળતર જેવા લક્ષણો દેખાય  એટલે ડોકટર પાસે જઇને દવા કરાવીએ. ડોકટર ફલુનું નિદાન કરે એ પહેલા જ તમે તમારો ચેપ આસપાસમાં ફેલાવી ચૂકયા હો છો. જેમને ફલુનો તાવ અને અન્ય લક્ષણો દેખાય એ પહેલા એ વ્યકિતથી ફલુના વાઇરસ બીજા સુધી ફેલાઇ ચૂકયા હોય છે એવું લંડનની ઇમ્પીરિયલ કોલેજના અભ્યાસકર્તાઓનું કહેવું છે. જયારે ફલુનો ચેપ ફેલાય છે ત્યારે લોકો લક્ષણ દેખાયા પછીથી કાળજી રાખવાની શરૂઆત કરે છે, પણ એનાથી રોગચાળા પર કન્ટ્રોલ અસરકારક નથી રહેતો. વ્યકિતના શરીરમાં વાઇરસ પ્રવેશે એના ર૪ કલાકમાં જ એ બીજાને ચેપ લગાડી શકે છે. જોકે વાઇરસના પ્રવેશ પછી ઓછામાં ઓછા ૪૮ કલાક પછી એને તાવ, માથુ દુખવું, કળતર થવી જેવા લક્ષણો દેખાવા શરૂ થાય છે.

(12:01 pm IST)