Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

ચાર બેડરૂમનું આ ઘર ફ્રીમાં મળશે, પણ આ જમીન ખાલી કરવી પડશે

ન્યુયોર્ક તા.૧૯: અમેરિકાના આયોવા રાજ્યની રિન્ગગોલ્ડ કાઉન્ટીમાં રોજર અને લિન્ડા ડોલચેક નામનું કપલ ચાર બેડરૂમનું એક ફાર્મહાઉસ ધરાવે છે. હાલમાં એક વેબસાઇટ પર એ ફ્રીમાં વેચવાનું છે એવી જાહેરખબર મુકાઇ છે ચાર બેડરૂમનું આ ઘર લેટેસ્ટ સુવિધાઓથી સજજ છે અને ફ્રીમાં વેચવાનું હોવાથી ચાલો વહેતી ગંગામાં હાથ ધોઇ નાખીએ એવું જો વિચારતા હો તો ફ્રી ડીલની અન્ય કન્ડિશન્સ પણ જાણી લો. રોજર અને લિન્ડાએ આ ઘરમાં તેમનાં ચાર સંતાનોને મોટાં કર્યા છે. ૧૯૮૪માં કપલે આ ફાર્મહાઉસ ખરીદેલું. સાત વર્ષ પહેલાં તેમણે આ જ ફાર્મ પર નવું ઘર બંધાવ્યું. એ આ ઘરથી જસ્ટ ૧૦૦ મીટર દૂર છે. વેચાવા નીકળેલું ઘર ૧૯૦૦ની સાલમાં બંધાયેલું હોવાથી હિસ્ટોરિક વેલ્યુ ધરાવે છે એટલે એને તોડી પાડવાનું મન નથી થતું. એટલે જ તેમણે જાહેરાત કરી છે કે જો કોઇને આ ઐતિહાસિક સમયની  પ્રોપર્ટી ખરીદવી હોય તો આખેઆખું ઉખાડીને તેમની પોતાની જગ્યા પર લઇ જઇ શકે છે. રોજર અને લિન્ડાનું કહેવું છે કે આખા ઘરને ખસેડવાનો સારોએવો ખર્ચ  થાય એમ છે એટલે અમે ઇચ્છીએ છીએ કે ખરીદનારને આ ઘર ફ્રીમાં મળે અને તેઓ બીજી જગ્યાએએ ઘર લઇને રહે.

 

(11:59 am IST)