Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

જોઇ ન શકતી પાંચ મહિલાઓને માત્ર આંગળી ફેરવીને કેન્સરનું નિદાન કરવાની તાલીમ અપાઇ

લંડન તા.૧૯: કોલમ્બિયામાં રહેતી લેઇડી ગ્રેસિયા નામની મહિલાને ૨૦૧૧માં દેખાતું બંધ થઇ ગયું. બીજી ફ્રાન્સિયા નામની મહિલા લગભગ બાળપણથી જ જોઇ શકતી નહોતી. કહેવાય છે કે ભગવાન એક ઇન્દ્રિય છીનવી લે તો બીજી ઇન્દ્રિયો સતેજ કરી દે છે. આ બે મહિલાઓ સહિત કુલ પાંચ મહિલાઓને કોલમ્બિયામાં બ્રેસ્ટ-કેન્સરનું નિદાન કરવા માટે તાલીમ અપાઇ છે. માત્ર કોલમ્બિયાની જ વાત કરીએ તો દર વર્ષે અહીં ૨૫૦૦ મહિલાઓ બ્રેસ્ટ-કેન્સરને કારણે જીવ ગુમાવે છે. અને ૭૦૦૦ નવા દરદીઓનું નિદાન થાય છે. જર્મન ડોકટર ફ્રેન્ક હોફમને એક દાયકા પહેલાં નોંધ્યું હતું કે જોઇ ન શકતી વ્યકિતઓ અત્યંત બારીક ગાંઠોને હાથથી સંવેદી શકે છે. જો તેમને થોડીક તાલીમ આપવામાં આવે તો વિવિધ પ્રકારની ગાંઠોના ટેકસ્ચર પરથી એ કેન્સરની છે કે સાદીએ અલગ તારવી શકે એટલી તીક્ષ્ણ સંવેદના તેઓ ધરાવે છે. કોલમ્બિયાના કેલી શહેરની સેન જુઆન દ ડિઓસ હોસ્પિટલમાં આ પાંચ મહિલાઓને બ્રેસ્ટ-કેન્સરના નિદાન માટેની તાલીમ આપવામાં આવી છે.

(11:58 am IST)