Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

આ ત્રણ કઝિન ભાઈ-બહેનોનું કુલ વજન છે ૯૦૭ કિલો

ન્યુયોર્ક, તા. ૧૯ :. ખાવા-પીવાના શોખને જો બેફામ પોષવામાં આવે તો શું હાલત થાય ? એનુ ઉદાહરણ અમેરિકામાં રહેતા ત્રણ કઝિન ભાઈ-બહેનો છે. આ ત્રણેય જણનું કુલ વજન ૯૦૭ કિલો છે. ૪૯ વર્ષની ચિટોકા લાઈટ, ૪૩ વર્ષનો ડ્રુ સ્ટીવર્ટ અને ૩૦ વર્ષની નાઓમી એન્ડરસન કઝિન છે. આ ત્રણેયનું વજન એટલુ અધધધ છે કે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી ઘરની બહાર જ નીકળ્યા નથી. અત્યાર સુધી જીભના બેફામ ચટાકા પુરા કર્યા હોવાથી તેમનું વજન વધતું જ ચાલ્યુ છે. તાજેતરમાં એક ન્યુઝ-ચેનલે આ ત્રણ જણ પર એક ડોકયુમેન્ટરી બનાવી છે જેનુ નામ આપ્યું છે ફેમિલી બાય ધ ટન. મોટાપાને કારણે તેઓ કેવી જિંદગી જીવે છે એનું બારીક વર્ણન એમાં કરવામાં આવ્યું છે. સ્ટીવર્ટનું વજન ૩૦૪ કિલો છે. એક દિવસમાં તેઓ ડઝનબંધ પીત્ઝા ખાઈ જાય છે. જો કે સારી વાત એ છે કે, હવે ત્રણેય ભાઈ-બહેનોએ પોતાની આ દયનીય અવસ્થામાંથી બહાર આવવાનું નક્કી કરી લીધુ છે. તેમના ડોકટરોએ તેમને કહ્યું છે કે જો તેઓ જલદી વજન ઘટાડવા માટે નહીં મથે તો ગમે ત્યારે તેમનો જીવ જઈ શકે છે

(11:57 am IST)