Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

વર્કિગ વુમન મેન્ટલીને ફિઝિકલી વધુ હેલ્ધી હોય

નવી દિલ્હી તા.૧૯: એવી માન્યતા છે કે આખો દિવસ ઓફિસમાં કામ કરતી મહિલાઓ પોતાના શરીર-મગજના સ્વાસ્થ્ય માટે સમય નથી આપતી એટલે તેઓ અનહેલ્ધી હોઇ શકે છે. જોકે ફુલટાઇમ કામ કરતી સ્ત્રીઓ આખો દિવસ ઘર સંભાળતી ગૃહિણીઓ અને પાર્ટટાઇમ કામ કરતી સ્ત્રીઓ કરતાં વધુ સ્વસ્થ હોય છે એવું ફ્રેન્ચ રિસર્ચરોનું કહેવું છે. અભ્યાસકર્તાઓએ ૨૫૪૦ સ્ત્રીઓના ૧૯૭૮ થી ૧૯૯૫ની સાલ સુધીના હેલ્થ રેકોર્ડ તપાસીને એનો સાપેક્ષ અભ્યાસ કર્યો હતો. અભ્યાસમાં નોંધાયુ હતુ કે જે સ્ત્રીઓ બાળકના જન્મ પછી તરત જ ફુલટાઇમ કામે લાગી ગઇ હતી તેમની ફિઝિકલ અને મેન્ટલ બન્ને હેલ્થ સારી હતી. ગૃહિણીઓ ૪૦ વર્ષની આસપાસ ડિપ્રેશન અને અન્ય સ્વાસ્થ્યની સમસ્યાઓનો શિકાર બની ગઇ હતી, જ્યારે વર્કિગ વુમન ૪૦ વર્ષની વય સુધી બન્ને રીતે સ્વસ્થ રહી શકતી હોવાનું નોંધાયું હતું.

(11:35 am IST)