Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

સ્માર્ટ બનવું હોય તો શરીરને એકસરસાઇઝ કરાવો

નવી દિલ્હી તા.૧૯: આપણે માનીએ છીએ સ્માર્ટ થવું હોય તો મગજને કસરત કરાવવી જોઇએ, પરંતુ એવું નથી.જ્યારે મગજ શાંત નથી હોતું ત્યારે એ સ્માર્ટ વર્ક નથી કરી શકતું. અમેરિકાની એક યુનિવર્સિટીની કોલેજના સાઇકોલોજિસ્ટોએ અટેન્શન ડેફિસિટ હાઇપર એકિટવિટી ડિસઓર્ડર નામની સાઇકો-સોશ્યલ તકલીફ ધરાવતાં બાળકો અને તેમની મેમરી વચ્ચેના સંબંધ બાબતે અભ્યાસ કરીને એક તારણ કાઢ્યું હતું કે જે લોકો નિયમિત એકસરસાઇઝ કરે છે તેઓ વધુ સ્માર્ટ હોય છે બ્રેઇનમાં વધુ ઓકિસજનવાળું લોહી પહોંચે તો મગજ ક્રીએટિવ અને એકિટવ રહે છે.

એમાંય જ્યારે નાની ઉંમરે અટેન્શન ડેફિસિટ હાઇપર એકિટવિટી ડિસઓર્ડરની તકલીફ માટે જે બ્રેઇન સ્ટિમ્યુલન્ટ આપવામાં આવે છે એનાથી બ્રેઇનને લાંબા ગાળે નુકસાન જ થાય છે. ચંચળ અને અસ્થિર મગજનાં  બાળકોને એકસરસાઇઝ કરાવવાથી શરૂઆતના તબક્કામાં દવા જેટલી જ પોઝિટિવ અસર જોવા મળે છે.

આમ તો આ અભ્યાસ ચોક્કસ માનસિક સમસ્યા ધરાવકા લોકો પર થયો છે, પરંતુ ઇન જનરલ મગજને શાર્પ અને એકિટવ બનાવવું હોય તો એમાં પણ એકસરસાઇઝથી એટલો જ ફાયદો થાય છે.

(11:35 am IST)