Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

ડગલે ને પગલે સેલ્ફી લીધા કરવાનું મન થતું હોય તો એ છે સેલ્ફિટિસ

નવી દિલ્હી તા.૧૯: સ્માર્ટફોન હાથમાં આવ્યો છે ત્યારથી અમુક લોકો ડગલે ને પગલે એમાં ફોટો ખેંચવા લાગ્યા છે. યાદગાર પળોની તસવીર ખેંચી લેવી એ સારી વાત છે, પરંતુ ડગલે ને પગલે કંઇ હોય કે ન હોય સતત સેલ્ફી લીધા કરવા અને પછી જૂના અને નવા સેલ્ફીઓ સરખાવ્યા કરવાએ તમારો નિત્યક્રમ થઇ ગયો હોય તો ચેતવા જેવું ખરૃં. બ્રિટનની નોટિંગહેમ ટ્રેન્ટ યુનિવર્સિટીના નિષ્ણાતોનું કહેવું છે કે લગાતાર સેલ્ફી લેવાનું મન થયા કરવું અને બેરોકટોક સેલ્ફી લીધા કરવા એ સામાન્ય બિહેવિયર નથી. એના માટે ખરેખર સારવારની જરૂર છે. અમેરિકન સાઇકિયાટ્રિક અસોસિએશનના મેન્ટલ ડિસઓર્ડરના ચોપડે સેલ્ફી લેવાની આદતને સેલ્ફિટિસ નામે નોંધવામાં આવી છે. લગભગ ૨૦૦ લોકોની તસવીરો લેવાની આદતોની સરેરાશ કાઢીને સેસ્ફિટિસ બિહેવિયર સ્કેલ તૈયાર કરવામાં આવ્યો છે. આ અભ્યાસમાં ભારતના પાર્ટિસિપન્ટ્સ હતા કેમ કે ભારતના લોકો સૌથી વધુ ફેસબુક જેવા સોશ્યલ મીડિયા પ્લેફોર્મનો ઉપયોગ કરે છે. જો તમે દિવસમાં રોજના ત્રણ સેલ્ફી લેતા હો પણ સોસ્શયલ મીડિયા પર અપલોડ ન કરતા હો તો એ બોર્ડરલાઇન કેસ છે જ્યારે ત્રણ સેલ્ફી લઇને અપલોડ પણ કરતા હો તો એ એકયુટ સેલ્ફિટિસ છે. જે લોકો સેલ્ફી લેવાની આદતને કોઇ રીતે રોકી નથી શકતા, રાઉન્ડ ધ કલોક તમને તસવીરો લેવાનું મન થાય છે અને તમે એ મન સંતોષી લો છો તો એ ક્રોનિક સેલ્ફિટિસની નિશાની છે. સેલ્ફી લઇને સોશ્યલ મીડિયા પર અપલોડ કરતા લોકોમાં અનેક પ્રકારની સમસ્યા હોઇ શકે છે. તેઓ પોતાનો આત્મવિશ્વાસ વધારવા માગતા હોય છે કાં લોકોનું અટેન્શન લેવા માગે છે. કાં મૂડ સુધારવા માટે સેલ્ફીનો ઉપયોગ કરે છે કાં પોતાની ગમતી પળોને પકડી રાખવાની કોશિશમાં હોય છે.

(11:36 am IST)