Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

ચોરી કરવા જતા ચીમનીમાં ફસાયો

ન્યુયોર્ક, ૧૯ :. અમેરિકાના નોર્ધર્ન કેલિફોર્નિયામં શુક્રવારે ૩૨ વર્ષનો જેસ બેરૂબે નામનો માણસ શુક્રવારે મોડી રાત્રે એક ઘરનની ચીમનીમાં ફસાઈ ગયો હતો. તે ચોરી કરવા માટે મોટી ચીમનીમાંથી એક ઘરની અંદર ઉતરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પણ અડધે પહોંચતા એવો ફસાઈ ગયો હતો કે ન અંદર ઉતરી શકયો, ન બહાર નીકળી શકયો. આખરે તેણે જાણે જ પોતાના ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને ફાયર-ડિપાર્ટમેન્ટને ફોન કર્યો. તરત જ ફાયર ફાઈટર્સની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. કોઈનેય નુકસાન ન થાય એ રીતે માણસને ચીમનીમાંથી બહાર કાઢતાં એક કલાક લાગ્યો હતો. જો કે એ પછી ભાઈ કેમ અહીં ઉતર્યા હતા ? એ સવાલનો જવાબ આપવાનો આવ્યો ત્યારે ભાંડો ફુટયો હતો. ચોરી કરવાના પ્રયાસ માટે પોલીસે તેની અટક કરી હતી.

(11:34 am IST)