Gujarati News

Gujarati News

News of Friday, 19th November 2021

સમગ્ર એશિયામાં સ્તન કેન્સરનો દર સૌથી વધુ છે પાકિસ્તાનમા

નવી દિલ્હી  : પાકિસ્તાનમાં ઘણી સ્ત્રીઓ સામાજિક નિષેધને કારણે સ્તન કેન્સરની વહેલી તપાસ કરાવવામાં ખચકાય છે. કેન્સરની જાણ થાય ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે.

સમગ્ર એશિયામાં પાકિસ્તાનમાં સ્તન કેન્સરનો દર સૌથી વધુ છે. અને વલણો સૂચવે છે કે જ્યાં સુધી પ્રારંભિક તપાસમાં અવરોધો દૂર કરવા માટે વધુ પ્રયત્નો કરવામાં નહીં આવે, ત્યાં સુધી આમાં વધુ વધારો થવાની સંભાવના છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એટલે કે WHO અનુસાર, પાકિસ્તાનમાં વર્ષ 2020માં લગભગ 26 હજાર મહિલાઓને સ્તન કેન્સર હોવાનું નિદાન થયું હતું અને 13,500થી વધુ મહિલાઓના આ કારણે મોત થયા હતા. આરોગ્ય નિષ્ણાતો માને છે કે આ ઊંચા મૃત્યુ દરનું કારણ પરીક્ષણ અને સારવાર કેન્દ્રોનો અભાવ છે. જો કે વધુ સારી આરોગ્ય સુવિધાઓની સ્થાપના એ એક મહત્વપૂર્ણ પગલું છે, પરંતુ પાકિસ્તાનમાં સ્તન કેન્સરની સમસ્યામાં સામાજિક કારણો પણ યોગદાન આપી રહ્યા છે.

(5:35 pm IST)