Gujarati News

Gujarati News

News of Friday, 19th November 2021

પ્રિન્સ્ટન યુનિવર્સીટીના નિષ્ણાતોએ ઉંદર,ખિસકોલી જેવા જીવોને લઇને કર્યા લોકોને એલર્ટ

નવી દિલ્હી: ઉંદર, ખિસકોલી જેવા જીવ કોરોના વાયરસના વાહક હોઇ શકે: નિષ્ણાતોની ચેતવણી હવેની મહામારી ઉંદરમાંથી આવી શકે અને આપણે તેના માટે તૈયાર રહેવું પડશેપ્રિન્સટન યુનિવર્સિટીના નિષ્ણાતોએ કતહ્યું કે કેટલાંય જીવોને જીનોમિકનો અભ્યાસ કરાયો છે

કોરોના મહામારી સામે ઝઝૂમી રહેલી દુનિયા માટે વધુ એક ખરાબ સમાચાર છે.

નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ઉંદર, ખિસકોલી જેવા પ્રાણીઓ કોરોના જેવા વાયરસના વાહક હોઈ શકે છે. તેમણે કહ્યું કે આ રીતે આગામી મહામારી ઉંદરોમાંથી આવી શકે છે. પ્રિન્સટન યુનિવર્સિટીના નિષ્ણાતોએ જણાવ્યું કે ઘણા જીવોના જીનોમિક અભ્યાસ કરવામાં આવ્યા છે. તેમાં પુરાવા મળ્યા છે કે ઉંદર જેવી કેટલીક પ્રજાતિઓ SARS જેવા કોરોના વાયરસનો ભોગ બની ચૂકી છે. તેનાથી એ જીવોમાં થોડીક રોગપ્રતિકારક શક્તિ પેદા થઇ ગઇ છે.

કોરોના વાયરસનો ચેપ SARS-CoV-2 વાયરસના સંક્રમણના લીધે થાય છે જે પ્રાણીઓમાંથી ઉદભવે છે. તેનો મતલબ એ થયો કે કોરોના વાયરસ પ્રાણીઓમાંથી માણસોમાં આવ્યો છે. આની પહેલાં પણ અન્ય એક રિસર્ચમાં જાણવા મળ્યું હતું કે ચાઈનીઝ ચામાચીડિયામાં ઘણા પ્રકારના SARS જેવા વાયરસ હોઇ શકે છે. તેના લક્ષણો ચામાચીડિયાની અંદર પણ દેખાતા નથી. તેમણે કહ્યું કે આ પ્રકારના વાયરસની અંદર કેટલીક રોગપ્રતિકારક ક્ષમતા હોય છે જે ભવિષ્યમાં કોઈપણ રોગચાળાને રોકવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

 

(5:33 pm IST)