Gujarati News

Gujarati News

News of Friday, 19th November 2021

તાઈવાનની વાયુસેનામાં 64 એફ-16 વી લડાકુ વિમાનો સામેલ કરવામાં આવ્યા

નવી દિલ્હી: તાઈવાનની વાયુસેનામાં ૬૪ એફ-૧૬ વી લડાકુ વિમાનો સામેલ થયા હતા. ચીન સાથે તંગદિલી ચાલી રહી છે ત્યારે તાઈવાને આ પગલું ભરીને જડબાતોડ જવાબ આપ્યો છે. તાઈવાનની સરહદે દાદાગીરી કરતા ચીનને જવાબ આપવા તાઈવાને એફ-૧૬ વી લડાકુ વિમાનો વાયુસેનામાં સામેલ કર્યા છે. કુલ ૬૪ વિમાનો વાયુસેનામાં સામેલ થયાનું તાઈવાનના પ્રમુખ ત્સાઈ ઈંગ વેને કહ્યું હતું. તાઈવાનના પ્રમુખ ત્સાઈ ઈંગ વેને એક કાર્યક્રમમાં એફ-૧૬ લડાકુ વિમાનો વાયુસેનામાં સામેલ કરવાની જાહેરાત કરવાની સાથે ઉમેર્યું હતુંઃ એફ-૧૬એસ અને એફ-૧૬વી વાયુસેનામાં સામેલ થતાં તાઈવાનની શક્તિમાં વધારો થશે. આ પ્રોજેક્ટથી અમેરિકા-તાઈવાનના સંબંધો વધુ મજબૂત બન્યા છે. પ્રમુખે કહ્યું હતુંઃ તાઈવાન લોકશાહીના મૂલ્યોનું પાલન કરે છે. એવા દેશો અમારી સાથે છે, જે એક સમાન વિચારધારા ધરાવે છે. તાઈવાનની સુરક્ષા માટે લડાકુ વિમાનો ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે. તાઈવાન જૂના એફ-૧૬ કેટેગરીના વિમાનોને અપગ્રેડ કરી રહ્યું છે. તાઈવાનના એફ-૧૬એ-બી વિમાનો હવે અપગ્રેડ થઈને એફ-૧૬ વી થઈ રહ્યા છે. ૬૪ વિમાનો અપગ્રેડ થઈ ગયા છે. નવા ૬૬ વિમાનો માટે તાઈવાને કરાર પણ કર્યો છે. જેનો ચીન સતત વિરોધ કરી રહ્યું છે.

(5:33 pm IST)