Gujarati News

Gujarati News

News of Friday, 19th November 2021

પાકિસ્તાનની સંસદે બળાત્કારીઓને માટે નવા કાયદાને આપી મંજૂરી

નવી દિલ્હી: પાકિસ્તાનની સંસદે નવા કાયદાને મંજૂરી આપી દીધી છે. એ પ્રમાણે હવે એકથી વધુ બળાત્કારો કરનારા ગુનેગારને કેમિકલથી નપુંસક બનાવી દેવામાં આવશે. પાકિસ્તાનમાં બળાત્કારની ઘટનાઓ સતત વધતી જતી હોવાથી સરકારે ગયા વર્ષે જ આ કાયદાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. પાકિસ્તાની સંસદે એક મહત્વના કાયદાને મંજૂરી આપી દીધી છે. આ નવા કાયદા પ્રમાણે હવે એકથી વધુ વખત બળાત્કારનો ગુનો આચરનારા નરાધમને કેમિકલની મદદથી નપુસંક બનાવી દેવામાં આવશે. પાકિસ્તાની સંસદમાં આ નવા કાયદાને મંજૂરી મળી ત્યારે કહેવામાં આવ્યું હતું કે મહિલાઓ અને બાળકો પર વધતા જતા દુષ્કર્મના બનાવો નિયંત્રણમાં લાવવા આ આકરા કાયદાને લાગુ કરવાનું નક્કી કરાયું છે. ઈમરાન ખાનની સરકારે ગયા વર્ષે નવેમ્બર માસમાં બળાત્કારીઓને નપુસંક બનાવવાના કાયદાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. એ બિલને સંસદે મંજૂરી આપી હતી. ત્યાર બાદ પાકિસ્તાનના પ્રમુખે એ બિલ પર હસ્તાક્ષર કરી દીધા હતા. પ્રમુખના હસ્તાક્ષર બાદ ફરીથી સંસદમાં પેશ થયેલા બિલને મંજૂરી આપવામાં આવી હતી.

(5:32 pm IST)