Gujarati News

Gujarati News

News of Friday, 19th November 2021

તાલિબાનમાં બાળકો ભણવાને બદલે હથિયારોની ઓળખ કરવાનું શીખી રહ્યા છે

નવી દિલ્હી: તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યાને 100 દિવસ થવાના છે ત્યારે દક્ષિણ હેલમંડ પ્રાંતમાં નાદ-એ-અલી સહિત ઘણાં ગામ એવાં છે કે જ્યાં બાળકો ભણવાના બદલે જીવ બચાવવાની તાલીમ લઇ રહ્યાં છે. તેમને હથિયારો, મિસાઇલ સેલ અને લેન્ડ માઇન્સની ઓળખ કરતા શીખવવામાં આવે છે. તાલિબાનનો છેવટ સુધી મુકાબલો અહીંના લોકોએ જ કર્યો. તાલિબાન હાવી થયું તો જીવ બચાવવા સ્થાનિકો ગામ છોડીને સપરિવાર ભાગી ગયા હતા. હવે તેઓ પાછા ફર્યા છે. ગામની સ્કૂલો અને ઘરો મોર્ટાર અને ગોળીઓથી વીંધાયેલાં છે. મકાનો ખંડેર બની ગયાં છે. લોકોએ મજબૂરીવશ આ ખંડેરોમાં રહેવું પડે છે. તેમને શંકા છે કે મેદાનોમાં અને રસ્તામાં તાલિબાન આતંકીઓએ લેન્ડ માઇન્સ બિછાવી હશે. તેથી તેઓ લેન્ડ માઇન્સ અને જમીનમાં દટાયેલા વિસ્ફોટકોના અવશેષો શોધી રહ્યા છે.

(5:31 pm IST)