Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

વિયેતનામમાં કુદરતી આફતના કારણે 13 મોતને ભેટ્યા

નવી દિલ્હી:વિયેતનામમાં હાલ કુદરતી આફતોએ કહેર મચાવ્યો છે. ભારે ચક્રવાતીય તોફાન અને ભારે વરસાદને લીધે ભૂસ્ખલન થયું છે.જેના લીધે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૩ લોકોના મોત થયા છે જયારે ૪ વ્યક્તિ લાપતા છે.આ આફતમાં સ્થાનિક લોકોને સુરક્ષિત જગ્યાએ લઇ જવા માટે આશરે ૬૦૦ સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા છે.સુત્રોના જણાવ્યા પ્રમાણે ચક્રવાતીય તોફાન જેનું નામ ' તોરાજી ' છે. 'તોરાજી ' તોફાનને લીધે ઘણી જગ્યાએ મકાન જમીન દોસ્ત થયા છે.

જો કે રવિવારની રાત્રે આ તોફાન નબળું પડી ગયું હતું.તમને જણાવી દઈએ કે જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધીમાં કુદરતી આફતને લીધે ૧૮૫ લોકો મોતને ભેટ્યા છે.ગયા વર્ષે ૩૮૯ લોકો કુદરતી આપત્તિના લીધે ૩૮૯ લોકો મૃત્યુ પામ્યા હતા. એટલું જ નહી પરંતુ આ આફતોને લીધે ૨.૬ મિલિયન યુએસ ડોલરનું નુકશાન થયું હતું.

(6:11 pm IST)