Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનાના કોલસાનું ઉત્પાદન 10 ટકા ઘટીને 37,03 કરોડ ટન થયું

નવી દિલ્હી :ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-ઓક્ટોબર સુધીમાં કોલસાનું ઉત્પાદન ૧૦.૪ ટકા વધીને ૩૭.૦૩ કરોડ ટન થયું હતું સત્તાવાર આંકડા  મુજબ દેશનું કોલસાનું ઉત્પાદન ગત વર્ષે આ સમયગાળામાં 33,52 કરોડ ટન જેટલું હતું.

 સમગ્ર ભારતના કોલસાના ઉત્પાદનમાં ૧૦.૪ ટકાનો વધારો થયો છે જ્યારે કોલ ઇન્ડિયા (સીઆઈએલ) દ્વારા ૧૦.૧ ટકાનો વધારો છે વર્ષ, ૨૦૧૩-૧૪માં દેશમાં કોલસાનું ઉત્પાદન ૫૬.૫૮ કરોડ ટનથી વધીને વર્ષ ૨૦૧૭-૧૮માં ૬૭.૬૫ કરોડ ટન થયું હતું જે કુલ ૧૧.૦૭ કરોડનો વધારો દર્શાવે છે.

 ચાલુ નાણાકીય વર્ષમાં ઓક્ટોબર સુધીમાં ઓલ ઇન્ડિયા કોલસાની નિકાસમાં ૮.૩ ટકાનો વધારો થયો હતો નીતી આયોગે ચાલુ નાણાકીય વર્ષમાં કોલસાની ૯૯.૧૩ કરોડ ટનની માંગ અંદાજી હતી, જેમાં આયાત શામેલ છે. ઉપરાંત ૯૯.૧૩ કરોડ ટનની આ માગમાંથી પાવર સેક્ટરમાં ૭૬.૦૭ કરોડ ટન અને નોન પાવર સેક્ટરમાં ૨૩.૦૭ કરોડ ટનની માંગ કરવામાં આવી છે.

(4:58 pm IST)