Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

મગફળીની વધી વેચવાલી : સીંગદાણામાં કામકાજ પાંખા :ટને વધુ 1000નો ઘટાડો

રાજકોટ તા:19 બજારમાં મગફળીની વચવાલીમાં વધારો થયો છે બીજીતરફ સીંગદાણામાં વેપાર નહિવત હોવાથી ભાવમાં નરમાઇનો માહોલ જોવાયો છે સીંગદાણામાં ટન વધુ 1000નો ઘટાડો થયો હતો એચપીએક્સ સીંગદાણામાં નિકાસ વેપાર પણ ઓછા છે

  વેપારીઓના માનવા મુજબ મગફળીની હાલમાં વેચવાલી સારી છે સરકારી ગોડાઉનમાં પણ મોટો સ્ટોક પડ્યો છે આગામી દિવસોમાં ખુલ્લા બજારમાં પણ વેચાવલી વધશે જેના કારણે બજારનો ટોન નરમ છે

  કોમર્શિયલ સીંગદાણાના ભાવ વધુ 1000 ઘટયા હતા અને 61,500 આસપાસ બોલાતા હતા આગામી દિવસોમાં ભાવ વધુ ઘટે તેવી શકયતા વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે

(4:54 pm IST)