Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

બેલારુસમાં સરકાર વિરોધી પ્રદર્શનમાં પરિસ્થિતિ કફોડી બની

નવી દિલ્હી:બેલારુસમાં તાજેતરમાંજ થયેલ રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રક્રિયા પછી ત્યાં રાજનીતિક સંકટ ઉભું થઇ ગયું હતું જેના કારણોસર પરિસ્થિતિ ખુબજ કફોડી બની ગઈ હોવાનું માલુમ પડી રહ્યું છે. પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે સૈનિકોને શહેરના રસ્તા પર ઉતારવાની નોબત આવી ગઈ છે.

       વધુમાં મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  શહેરના હાલતને જઈને બે દિવસે રાષ્ટ્રપતિ લુકાશેકોએ સૈનિકોને દેશની સીમા પર નજર રાખવાની વાત કરી હતી સાથે તેમને પશ્ચિમી દેશો અને સૌથી પહેલા લિથુઆનિયા અને પોલેંડ સાથે સીમાઓ બંધ કરવાનો પણ હુકમ આપ્યો છે.

(5:49 pm IST)