Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

ઓ બાપારે આ યુગલે તો ગઝબ કરી દીધું: હવામાં તારના સહારે લટકીને લગ્ન કર્યા: ફોટો જોઈને સહુ કોઈના શ્વાસ અટકી જશે

નવી દિલ્હી: ઘણા લોકો પર અજીબો ગરીબ કામ કરવાનું જુનુન સવાર હોય છે અને આ માટે તે કઈ પણ કરવા માટે તૈયાર થઇ જતા હોય છે આવી જ એક યુગલની ઘટના સામે આવી છે જેમને અનોખા પ્રકારથી લગ્ન કરવાનું જુનુન સવાર હતું.

             જર્મનીમાં થયેલ આ અનોખા લગ્નએ સહુ કોઈના શ્વાસ અટકાવી દીધા છે આ યુગલે હવામાં તારની મદદથી લટકીને લગ્ન કર્યા છે અને આ લગ્નના ફોટા હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યા છે. લગ્નમાં આવેલ સહુ કોઈ આ નજારો જોઈને આશ્ચ્ર્યચકિત રહી ગયા હતા.

(6:33 pm IST)