Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

ઇંડોનેશિયામાં એક કલાકમાં બે વાર ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા: 6.1ની તીવ્રતા આંકવામાં આવી

નવી દિલ્હી: ઇંડોનેશિયામાં એકવાર ફરીથી ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે આ વખતે ભૂકંપની તીવ્રતા 6.1ની આંકવામાં આવી છે છેલ્લા 1 કલાકમાં આ ભૂકંપના ઝટકા બીજીવાર મહેસુસ કરવામાં આવ્યા છે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર મળી રહ્યા નથી.

         આ પહેલા ઇંડોનેશિયામાં એક વાર ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા હાલમાં રવિવારના રોજ પણ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા પરંતુ આ ભૂકંપના ઝટકામાં કોઈને નુકશાની પહોંચી નથી.

(6:20 pm IST)