Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

બિનઝેરી નેઇલ પોલીશમાં પણ હોય છે હાનિકારક રસાયણો

પ્રજનન ક્ષમતા ઘટવાની, થાયરોઇડ, સ્થૂળતા, કેન્સર થવાનું જોખમ

અમેરીકામાં અને અન્યદેશોમાં પણ કોસ્મેટીક આઇટમે પર બહુ ઓછા નિયમો લાગુ પડતા હોય છે. અમેરીકામાં તે ફુડ એન્ડ ડ્રગ એડમીની સ્ટ્રેશન (એફડીએ) હેઠળ આવે છે. તેમ છતાં બ્યુટી પ્રોડકટને અત્યારના કાયદા હેઠળ એફડીએની પરવાનગી નથી લેવી પડતી. આ ઉપરાંત કોસ્મેટીકના લેબલ હેઠળની વસ્તુઓ માટેના કાયદાઓ પણ નબળા છે.

આ જ વસ્તુ નેઇલ પોલિશને પણ લાગુ પડે છે.એન્વાયરનમેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી નામના જર્નલમાં ગઇ કાલે પ્રકાશિત થયેલ એક નવા અભ્યાસમાં જણાવાયું છે કે જે બ્રાન્ડ સુરક્ષિત હોવાનો દાવો કરે છે. તેમાં પણ ઝેરી રસાયણો હોવાની શકયતા રહેલી છે.અભ્યાસના સહલેખક અને હાર્વર્ડ યુનિવર્સીટીના ડોકટર અન્ના યંગ કરે છે. એક ઝેરી રસાયણને દુર કરીને તેની જગ્યાએ બીજુ નુકસાનકારક રસાયણ ગોઠવી દેવાની રમત રમાઇ રહી છે.

૨૦૦ની સાલ આસપાસ ઘણા નેઇલ પોલિશના લેબલમાં થ્રી ફ્રી છપાતું હતું. એટલે કે તે ડાઇ બુટીલ ફથાલેટ(એક પ્લાસ્ટીક સાઇઝર જે પોલીશના ટેક્ષ્ચરને જકડી રાખે છે) ટોલ્યુન (જ્ઞાનતંતુઓને નુકસાન કારક) અને ફોર્માલ્ડીહાઇડ(કેન્સર ઉત્પન્ન કરનાર) પદાર્થોથી મુકત છે ત્યાર પછી તો ઘણી બ્રાન્ડોએ તેમની પ્રોડકટ ફાઇવ ફ્રી, ટ્રેન ફ્રી અને થર્ર્ટીન ફ્રી પ્રોડકટો પણ ચાલુ કરી દીધી હતી.

આનું યથાર્થ જાણવા માટે યંગ અને તેના સહયોગીઓએ માર્કેટમાંથી ૧૨ અલગ અલગ બ્રાન્ડના ૪૦ નેઇલ પોલિશનું પરિક્ષણ કર્યું  તેમણે બ્રાન્ડના નામ જાહેર ન હોતા કર્યા પણ તેમાંથી બ્રે બ્રાન્ડ એવી હતી જે બજારનો ૧૫ ટકા હિસ્સો ધરાવતી હતી.યંગ કહે છે કે ટેસ્ટીંગ  દરમ્યાન અમને એવું જાણવા મળ્યું કે આ સેમ્પલોમાં એક ઝેરી રસાયણ ન હોવાનો દાવો કરાયો હોય તેની જગ્યાએ તેના જેવું જ નુકસાનકારક બીજું કોઇ રસાયણ હોય

યંગ અનુસાર ભલે આ પરિક્ષણ આપી નેઇલ પોલિશ બજારનું પ્રતિનિધીત્વ ન કરતુ હોય પણ તેના સેમ્પલોમાં અમેરીકન બજારમાં સહુથી વધુ વેચાતી બ્રાન્ડનો સમાવેશ કરાયો હતો. તેમાં રહેલા રસાયણોથી કેટલું નુકસાન થાય છે તેની સ્પષ્ટતા નથી કરાઇ પણ યંગનુ ં કહેવું છે અમેરીકાના બ્યુટી પાલરોમાં કામ કરતા ૪,૦૦,૦૦૦ લોકો માટે તે ઘણું મહત્વનું છે કેમ કે તેમણે રોજ આના સંપર્કથી પ્રજનન ક્ષમતા, રીપ્રોડકટી વસીસ્ટમ, થાયરોઇડની કામગીરી, સ્થૂળતા અને કેન્સરનું જોખમ થઇ શકે છે.યંગના કહેવા મુજબ કયારેક કયારેક કરવામાં આવતા મેનીકયોરનીસ બહુ અસર નથી થતી પણ સતત નેઇલ પોલિશ લગાડેલુ રાખવું નુકસાનકારક બની શકે છે.(ટાઇમ હેલ્થમાંથી સાભાર)

(3:45 pm IST)