Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

આ છે એમિરેટસનું વિમાન

નવી દિલ્હીઃ સંયુકત અરબ અમીરાતની એમિરેટ્સ એરલાઈન્સે મુસાફરોને આકર્ષિત કરવા માટે વધુ એક શાનદાર કામ કર્યું છે. તેમણે પોતાના પ્લેનનો એક ફોટો શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એમિરેટ્સે પોતાની ફલાઈટ A૩૮૦ માં હીરાઓને સુંદરતાથી સજાવ્યા છે. ત્યાં સુધી કે બેસવાની સીટો પર પણ હીરા જડવામાં આવ્યા છે. કંપનીએ ગત વર્ષે પણ પોતાના બોઈંગ ૭૭૭ વિમાનનો આવો જ એક ફોટો શેર કર્યો હતો, જેમાં બહારની ડિઝાઈન એવી હતી કે જાણે તેને હીરાઓથી સજાવવામાં આવી હોય. આ વખતે પણ આવું જ કરવામાં આવ્યું છે. હકીકતમાં જોવામાં ભલે આ હીરા અને મોતીઓની સજાવટ લાગતી હોય પરંતુ હકીકતમાં આ એક આર્ટવર્ક છે. આને ક્રિસ્ટલ આર્ટિસ્ટ સારા શકીલે તૈયાર કર્યું છે, જે પોતાની આ કલા માટે ઘણા પુરસ્કારો પણ જીતી ચૂકયા છે. અત્યારે આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો પૂછી રહ્યા છે કે આખરે હીરાઓથી જડેલી આ ફલાઈટ કયા શહેર માટે ટેકઓફ કરશે.(૨૩.૩)

(10:06 am IST)