Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

અમેરિકા પર ચીનનો પલટવાર : અમેરિકાથી આયાતી થતી વસ્તુઓ પર લગાવ્યો વધારે કર

બીજિંગ તા. ૧૯ : અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપારીક યુદ્ઘ ચાલી રહ્યું છે. ત્યારે અમેરિકા તરફથી ચીનના ૨૦૦ અબજ ડોલરના સામાનની આયાત પર ટેરિફ લગાવવાના જવાબનો ચીને પણ આકરો જવાબ આપ્યો છે. ચીને અમેરિકાથી આયાત થતા ૬૦ અબજ ડોલરના સામાનની આયાત પર ટેરિફ લગાવ્યો છે.ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે મંગળવારના રોજ ચીનથી આયાત થતા ૨૦૦ અરબ ડોલરના વિભન્ન પ્રકારના માલ પર ૧૦ ટકા કર લગાવવાની જાહેરાત કરી હતી. આ કર આ વર્ષના અંત સુધીમાં વધીને ૨૫ ટકા પર પહોંચી જશે.અમેરિકા દ્વારા કરવામાં આ નિર્ણયના થોડા જ કલાકોમાં જ ચીને પણ અમેરિકાથી આયાત થનારા ૬૦ અબજ ડોલરના માલ પર વઘારે કર લગાવવાની જાહેરાત કરી દીધી છે. તો આ સાથે જ દુનિયાની આ બે મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચેનું વ્યાપાર યુદ્ઘ વધુ ઉગ્ર બન્યું છે.મહત્વનું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે આયાત કર વધારવાના ત્રીજા દોરની જાહેરાત કરતા જણાવ્યું હતું કે પોતાના અનુચિત વ્યાપાર વ્યવહારને બદલવા ચીન તૈયાર નથી. એટલા માટે જે નવા કર લગાવવામાં આવ્યા છે તેનાથી અમેરિકી કંપનીઓને યોગ્ય અને સંતુલિત સમાધાન પ્રાપ્ત થશે.તો આ તરફ ચીનના નાણા મંત્રાલયે અને નિવેદન જાહેર કરતા જણાવ્યું કે જો અમેરિકા અમારા દ્વારા ત્યાં જતી વસ્તુઓ પર કર વધારવા મામલે આગળ વધશે તો ચીન પણ આ મામલે ચોક્કસ પગલા ભરશે. ચીનના વાણિજય મંત્રાલયે પણ એક નિવેદન જાહેર કરતા જણાવ્યું કે મુકત વૈશ્વિક વ્યાપાર વ્યવસ્થા અને પોતાના વૈધાનિક અધિકારો અને હિતોની સુરક્ષા માટે ચીનને જવાબી ઉપાય કરવા જ પડશે. મંત્રાલયે જણાવ્યું કે અમને આનો ખૂબ અફસોસ છે.(૨૧.૩૧)

(4:12 pm IST)