Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

ચીનના નાગિરકોને આપવામાં આવશે જર્મન વેક્સિનનો બુસ્ટર ડોઝ

નવી દિલ્હી: ચીનનો દાવો છે કે તેણે 140 કરોડ લોકોને વેક્સિનેટ કરી દીધા છે અને હવે ચીનના જે પણ નાગરીકોએ સ્વદેશી વેક્સિનના બંને ડોઝ લીધા છે તેઓને જર્મનીની વેક્સિનનો બૂસ્ટર ડોઝ (China Booster Dose) આપવામાં આવશે. આ વેક્સિનને ચીનની ફોસુન ફાર્મા અને જર્મનીની બોયએનટેક મળીને બનાવી રહી છે. બંને કંપની દ્વારા બનાવાયેલી વેક્સિન MRNA નો બૂસ્ટર ડોઝ તરીકે ઉપયોગ કરવામાં આવશે

આ વેક્સિનનો ઉપયોગ મોટેભાગે અમેરીકા અને યુરોપના દેશોમાં કરવામાં આવી રહ્યો છે. ફોસુન ફાર્મા પાસે ચીનમાં આ વેક્સિન બનાવવાનો અને તેનું વિતરણ કરવાનો વિશેષ અધિકાર છે. આ વેક્સિન કોરોનાની સામે 95 ટકા જેટલી પ્રભાવશાળી છે. થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે જે દેશોએ પોતાના નાગરીકોને ચીનની વેક્સિન આપી છે તેઓ પસ્તાઇ રહ્યા છે. રશેલ્સ, મંગોલીયા અને બહેરીન સમેતના 90 જેટલા દેશોએ પોતાના નાગરીકોને ચીનની વેક્સિન આપી હતી પરંતુ વેક્સિનના બંને ડોઝ લીધા બાદ પણ આ દેશોમાં કોરોનાના કેસમાં વધારો થવા લાગ્યો અને ફરીથી લૉકડાઉનની સ્થિતી ઉભી થઇ ગઇ છે.

(5:57 pm IST)