Gujarati News

Gujarati News

News of Friday, 19th June 2020

લોકડાઉન હોવા છતાં પણ અમેરિકામા આ લાઈબ્રેરી વિદ્યાર્થીઓને ડ્રોન દ્વારા પહોચાડે છે પુસ્તકો

નવી દિલ્હી: અમેરિકામાં થિયેટર, એમ્યુઝમેન્ટ પાર્ક, સ્કૂલ કે લાયબ્રેરી બધું કોરોના લોકડાઉનમાં બંધ છે ત્યારે વર્જિનિયા સ્ટેટની એક સ્કૂલ લાઈબ્રેરિયન વિદ્યાર્થીઓનું વાચન અને ભણતર ચાલુ રહે એ માટે વિશેષ કાળજી રાખે છે. લાઈબ્રેરિયન કેલી પાસેક વિદ્યાર્થીઓને વાચનસામગ્રી-પુસ્તકો ડ્રોન દ્વારા તેમના ઘરે પહોંચાડે છે.

              લાયબ્રેરિયન કેલીને ફક્ત વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપરાંત જીવન ઘડતરની પણ ચિંતા હતી એટલે તેણે સ્ટુડન્ટસની બુક રિકવેસ્ટસ પુરી પાડવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું વિચાર્યું. કેલીનો પરિવાર ઘરની જરુરિયાતની વસ્તુઓની ડિલીવરી માટે ગુગલની પેરન્ટ કંપની આલ્ફાબેટની ડ્રોન સર્વિસનો વપરાશ કરતો હતો. 

(5:53 pm IST)