Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

સિઝેરિયન વખતે કાતર પેટમાં રહી ગઇ, છેક ર૩ વર્ષ બાદ ખબર પડી

મોસ્કો તા. ૧૯: ડોકટરોની નાની ભૂલ પેશન્ટની જિંદગી હરામ કરી દઇ શકે છે. રશિયામાં ૬ર વર્ષનાં એક બહેન સાથે પણ એવું જ થયું. ઇઝેટા ગોબીવા નામનાં આ બહેન લગભગ બે દાયકાથી વધુ સમયથી પેટમાં અસહ્ય દુખાવો અને બેચેની અનુભવી રહ્યાં હતાં. એનો કોઇ ઉકેલ આવી રહ્યો નહોતો એટલે કંટાળીને બહેને દવા કરવાનું પણ બંધ કરી દીધું હતું. જયારે પણ અતિશય દુખાવો થાય ત્યારે પેઇનકિલર્સ આપવામાં આવતી. તેમને લિવરની તકલીફને કારણે આમ થાય છે એવું કહેવામાં આવ્યું હૅતું. જોકે જયારે એક ડોકટરે તેમના પેટનો એકસ-રે કાઢીને જોયું તો ડોકટર-દરદી બન્ને અચંબામાં હતાં. બહેનના પેટમાં એક સર્જિકલ નાઇફ હતી. ઇઝેટાએ યાદ કર્યું તો છેલ્લો તેમના પર ર૩ વર્ષ પહેલાં સર્જરી કરવામાં આવી હતી. રશિયાની એક હોસ્પિટલમાં ઇમર્જન્સી સિઝેરિયનથી તેમણે બાળકને જન્મ આપ્યો હતો અને એ પછીનાં વર્ષોમાં જ તેમને પેટનો દુખાવો ઉપડયો હતો. જોકે નવાઇની વાત એ છે કે બહેનને ર૩ વર્ષ સુધી દુખાવો રહ્યો અને તેઓ રોજ પેઇનકિલર લેતાં રહ્યાં, પણ કોઇએ નિદાન માટે એકસ-રે કરવાનું આ પહેલાં કેમ નહોતું કહ્યું?

(3:35 pm IST)