Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

ખાતાં જ આંખમાં પાણી આવી જાય એવો ટિયર ગેસ ફલેવરનો આઇસ્ક્રીમ હોંગકોંગમાં

હોંગકોંગ તા. ૧૯ : આઇસક્રીમમાં ચિકન અને ગાર્લિક જેવી ફલેવર તો હવે સામાન્ય થઈ ગઈ છે, પણ તમે કદી કલ્પના પણ ન કરી હોય એવી ફલેવરનો આઇસક્રીમ હોન્ગકોન્ગના એક આઇસક્રીમ-પાર્લરે બનાવ્યો છે. આ આઇસક્રીમ તમને પોલીસે છોડેલા અશ્રુ ગેસ જેવો લાગે છે. એનો સ્વાદ ટિયર ગેસ જેવો હોવાથી એક ચમચી મોંઢામાં મૂકવાથી શરૂઆતમાં તો જાણે શ્વાસ લેવાનું મુશ્કેલ લાગે એટલો જલદ છે. આ આઇસક્રીમ ખાધા પછી તરત જ લોકો પીવા માટે પાણી માગે છે.

કોરોના વાઇરસના પ્રસાર પહેલાં લોકશાહી વિરોધી પ્રદર્શનની યાદ તાજી કરાવવા માટે આઇસક્રીમ શોપ શ્નટિયર ગેસલૃફલેવર આઇસક્રીમ વેચે છે. ચાઇનીઝ સત્ત્।ા સામેના વિરોધને રોકવા ગુમનામ રહેવા માગતા હોન્ગકોન્ગના આ આઇસક્રીમ પાર્લરના માલિકનું કહેવું છે કે તેણે રાજકીય ચળવળને ટેકો દર્શાવવા વિચિત્ર સ્વાદ લોન્ચ કર્યો છે.કોરોના વાઇરસ રોગચાળાએ વિશ્વઆખાને ભરડામાં લીધું હોવાથ ઘણા વિસ્તારોમાં સામૂહિક મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે રોગચાળા પછી આંદોલન ફરીથી શરૂ થવાની આશા છે. લોકો તેમનો જુસ્સો ન ગુમાવે અને આંદોલન ચાલુ રાખવાનું છે એ યાદ રાખે એ માટે અમે આ અટપટા સ્વાદનો આઇસક્રીમ તૈયાર કર્યો હતો.

(4:08 pm IST)