Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

પ્રતિબંધની વિરૂદ્ધ ઓસ્ટ્રેલિયાની મહિલા સાંસદ હિજાબ પહેરીને સંસદમાં પહોંચી

ઓસ્ટ્રેલિયા : ઓસ્ટ્રેલિયાની એક મહિલા સાંસદ સંસદ દ્વારા સ્કુલોમાં સ્કાર્ફને પ્રતિબંધિત કરવાના બીલના પરવાનગી પર વાંધા તરીકે સ્કાર્ફ પહેરીને સંસદ પહોંચી ગઇ.

સમાચાર મુજબ  માર્ટા બેસમને પોતાના દેશમાં હિઝાબ પહેરનારી મહિલાઓનું સમર્થન કરતા જણાવ્યુ છે કે આ તમામ મહિલાએા સફળ અને ઉંચા વિચારવાળી છે અને હિજાબનુ પાલન કોઇપણ રીતે તેમની પ્રગતિ વિકાસ અને ફરજ પુરી કરવામાં અડચણરૂપ બન્યુ નથી.

સમાચાર મુજબ તેમણે આ બિલને પાસ કરનારા સાંસદોને જણાવેલ કે અમે સાર્વજનિક હિતો ક્ષમા, સહાયતાની ભાવના, સમરસતા અને કામથી પ્રેમ જેવી  અનેક માન્યતાઓ મુસ્લિમ મહિલાઓ પાસેથી શીખી શકીએ છીએ.

ઓસ્ટ્રેલિયાની સંસદમાં દક્ષિણ પંથી વર્ગ જેની પાસે ૬૦ ટકા બેઠકો છે. દેશની સ્કૂલોમાં સ્કાર્ફ પર પ્રતિબંધના બિલનુ સમર્થન કર્યુ છે. આ નવા કાયદા દ્વારા ઓસ્ટ્રેલિયાની સ્કૂલોમાં સ્કાર્ફ સહિત ધર્મથી પ્રભાવિત પહેરવેશ પહેરવા પર પ્રતિબંધ લગાવી દિધો છે.

(12:36 pm IST)