Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

પ્રદેશમાં કોઇપણ સંઘર્ષ માંગતા નથી, માત્ર અમારા હિતોનો દ્રઢતાપૂર્વક બચાવ કરીશુઃ ઇરાન

તહેરાનઃ વિદેશમંત્રી મોહમદ  જવાદ ઝરીફે પુષ્ટિ કરી હતી કે ઇરાન પ્રદેશમાં કોઇ સંઘર્ષ કરવા માંગતુ નથી. પરંતુ હંમેશા બચાવનો પ્રયત્ન અને પોતાના હીતોની રક્ષા કરતો રહેશે. ટોકિયોમાં ગુરૂવારે જાપાનના સમકક્ષ સાથેની બેઠકમાં ઝરીફે જણાવ્યું હતુ કે બેઠકમાં તેમણે પ્રદેશમાં નવિનત્તમ વિકાસ, યુએસના પગલા અને આંતરરાષ્ટ્રીય સમુદાયની ઇચ્છા હોય તો પરમાણુ કરાર જાળવવાના માર્ગની ચર્ચા કરી હતી. ઝરીફે ઉમેર્યુ હતુ કે  જાપાનના વિદેશમંત્રીએ દેશના પરમાણુ કરારનું પાલન  કરવા પર ભાર મુકયો હતો અને પ્રાંત તંગદિલી દૂર કરવા તેના રાજકીય ઉપાયો આગળ વધારવાની ઇચ્છા વ્યકત કરી હતી.

બેઠકમાં ઇરાન સાથે  આર્થિક સંબંધોમા  સામાન્યીકરણ માટે આંતરરાષ્ટ્રીય સમુદાયની પ્રતિબદ્ધતા આવશ્યકતાના મુદે પણ ચર્ચા થઇ હોવાનું ઇરાન વિદેશમંત્રી ઝરીફે સ્પષ્ટતા કરી હતી.

(12:34 pm IST)
  • લોકસભા ચૂંટણી પરિણામ પહેલા બસપા સુપ્રીમો માયાવતી લખનઉથી દિલ્હી દોડ્યા: યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળશે: ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના વિરોધમાં આક્રમક ભાષાનો ઉપયોગ કરનારી માયાવતીનું આ પગલું ચોંકાવનારું : ભાજપ પ્રણિત એનડીએને બહુમતી ન મળે તો કેન્દ્રમાં નોન-ભાજપ ગઠબંધન સરકાર બનાવવા માટે મનોમંથન થવાની શકયતા access_time 1:37 am IST

  • સાંજે 6-45 વાગ્યે :ઉત્તરપ્રદેશમાં ભાજપને પછડાટ :કુલ 80 બેઠકો પૈકી 54 સીટના એક્ઝિટ પોલમાં ભાજપને માત્ર 14 બેઠકો અને સપા -બસપા ગઠબંધનને 40 બથકો મળશે ;એબીપી એક્ઝિટ પોલનો દાવો access_time 6:51 pm IST

  • બપોરનાં 3 વાગ્યા સુધી બિહારમાં 37 ટકા, હિમાચલ પ્રદેશમાં 46 ટકા, મધ્યપ્રદેશમાં 47 ટકા, પંજાબમાં 52 ટકા, ઉત્તરપ્રદેશમાં 39 ટકા, પશ્ચિમ બંગાળમાં 52 ટકા, ઝારખંડમાં 57 ટકા અને ચંદીગઢમાં 38 ટકા જેવું મતદાન નોંધાયું access_time 4:39 pm IST